* કોંગ્રેસ આટલા વર્ષોમાં કામ કરી ન શકી, એ
નરેન્દ્ર મોદી અચ્છે દિન લાવવા કેટલા વર્ષો લગાવશે?
- કોંગ્રેસે કાંઈ નહોતું કર્યું, એ હિસાબે મોદી માટે રસ્તો આસાન છે.
(મીસ કૅની દોષી, હિંમતનગર)
- કોંગ્રેસે કાંઈ નહોતું કર્યું, એ હિસાબે મોદી માટે રસ્તો આસાન છે.
(મીસ કૅની દોષી, હિંમતનગર)
* અમારા ગામમાં ઉધારીયા બહુ છે. શું કરવું?
- હવે... તમારા વિશે મારે શું સમજવું?
(સુફિયાન પટેલ, ચાવજ-ભરૂચ)
* આ વર્ષે તમારી ૨૯-ફેબ્રુઆરી હતી... શું આયોજન કર્યું હતું?
- બસ... હજી આવી દસ-બાર ૨૯-ફેબ્રુઆરી ખેંચી કાઢવી!
(કિશોર સોમાણી, રાજકોટ)
(કિશોર સોમાણી, રાજકોટ)
* બધી મજાકો પતિ-પત્ની ઉપર જ કેમ હોય છે?
- પુરવાર કરવી ન પડે એટલે!
(દેવાંગી દેત્રોજા, જામનગર)
- પુરવાર કરવી ન પડે એટલે!
(દેવાંગી દેત્રોજા, જામનગર)
* મારે બિઝનેસ કરવો છે. શેનો કરાય?
- શરૂઆત તેલના કૂવા વેચવાથી કરો...
(આશિત હિંગરાજીયા, રાજકોટ)
- શરૂઆત તેલના કૂવા વેચવાથી કરો...
(આશિત હિંગરાજીયા, રાજકોટ)
* વરસાદ પડતા દેડકાં નીકળી પડે, એટલી ઝડપથી એન્જીનીયરિંગ
કૉલેજો ફૂટી નીકળે છે...!
- જે બહુ ફૂટી નીકળતું ન હોય, ત્યાં તમારે જવું.
(દ્રષ્ટિ ઢેબર, જામનગર)
- જે બહુ ફૂટી નીકળતું ન હોય, ત્યાં તમારે જવું.
(દ્રષ્ટિ ઢેબર, જામનગર)
* તમારું 'એનકાઉન્ટર' તમારા ઘરમાં ય કોઈ વાંચતું નથી, એવું ખોટું ન બોલો...
- બસ... તમારો આ સવાલ એમને વંચાવીશ.
(અનિલ ટી. સુથાર, અમદાવાદ)
(અનિલ ટી. સુથાર, અમદાવાદ)
* છેલ્લા ૫૦-વર્ષોમાં નવા જોશોજૂનુન સાથે દેશભક્તિના કોઈ ગીતો જ કેમ ન
આવ્યા?
- દેશભક્તિ આવે તો એના ગીતો આવે!
(બાલેન્દુ એસ. વૈદ્ય, વડોદરા)
- દેશભક્તિ આવે તો એના ગીતો આવે!
(બાલેન્દુ એસ. વૈદ્ય, વડોદરા)
* દિવસ-રાત બીજાની પંચાતમાં કાઢે, એવા લોકોને શું કહેવાય?
- કોંગ્રેસ.
(કોમલ વામજા, જેતપુર)
(કોમલ વામજા, જેતપુર)
* ૨૬-જાન્યુઆરીની પરેડમાં પરેડ કરતા રાજકીય નેતાઓ વધુ બતાવાતા હતા...
એનું શું કારણ?
- ૨૬-જાન્યુ. સદીઓ સુધી આવતી રહેશે... પેલા લોકો આવતી પરેડ સુધી હશે કે નહિ એની કોને ખબર?
(દીપ્તિ ચેતન દવે, અમદાવાદ)
- ૨૬-જાન્યુ. સદીઓ સુધી આવતી રહેશે... પેલા લોકો આવતી પરેડ સુધી હશે કે નહિ એની કોને ખબર?
(દીપ્તિ ચેતન દવે, અમદાવાદ)
* બૉલીવુડના સ્ટાર્સ કામ કરે છે હિંદી ફિલ્મોમાં અને ઈન્ટરવ્યૂ
ઈંગ્લિશમાં આપે છે... શું કારણ?
- કામ હૉલીવૂડની ફિલ્મોમાં કરે અને ઈન્ટરવ્યૂ હિંદીમાં આપે, એ ય સારું ન લાગે ને?
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)
- કામ હૉલીવૂડની ફિલ્મોમાં કરે અને ઈન્ટરવ્યૂ હિંદીમાં આપે, એ ય સારું ન લાગે ને?
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)
* છોકરીના લગ્નની ચિંતા એના માં-બાપ કરતા ગામવાળા કેમ બહુ કરતા હોય છે?
- ચિંતા કરે છે, ત્યાં સુધી જ સારું છે...
કોઈ ઉલ્લેખ જ ન થાય, એ સહન પણ નહિ થાય!
(ઉષા પાંડોર, ઉખારેલી-સંતરામપુર)
(ઉષા પાંડોર, ઉખારેલી-સંતરામપુર)
* ઈન્ટરનેશનલ ડ્રાયવિંગ લાયસન્સ કઢાવવા શું જોઈએ?
- એક વાહન.
(આદિલ જરીયા, જૂનાગઢ)
- એક વાહન.
(આદિલ જરીયા, જૂનાગઢ)
* અહીં કેમ કોઈ પણ માંગણી ધરણા, ધાંધલ અને ધમાલ વિના કોઈ
સાંભળતું જ નથી?
- પરણ્યા પછી આવું તો રહેવાનું !
(મનન અંતાણી, રાજકોટ)
- પરણ્યા પછી આવું તો રહેવાનું !
(મનન અંતાણી, રાજકોટ)
* શું એ સાચું છે કે, જે ઘરમાં વડીલો હયાત હોય, એ ઘર મુસિબતોથી સુરક્ષિત હોય?
- તમારા પૌત્ર-પૌત્રીઓ નસીબદાર કહેવાય!
(વાહિદ સૈયદ, ધંધૂકા)
- તમારા પૌત્ર-પૌત્રીઓ નસીબદાર કહેવાય!
(વાહિદ સૈયદ, ધંધૂકા)
* અમારા સવાલો ન છાપવાને 'અસહિષ્ણુતા' માની શકાય?
- સવારે પેટ સાફ ન આવે, એને ય 'અસહિષ્ણુતા' કહેવાની ફેશન થઈ ગઈ છે.
(રજનીકાંત ઘુંટલા, મુંબઇ)
- સવારે પેટ સાફ ન આવે, એને ય 'અસહિષ્ણુતા' કહેવાની ફેશન થઈ ગઈ છે.
(રજનીકાંત ઘુંટલા, મુંબઇ)
* અમે તમને સવાલ પૂછ્યો હતો, પણ જવાબ ન આપીને તમે અમારી
લાગણીઓ છિન્નભિન્ન કરી નાંખી...
- બહોત ખૂબ... અચ્છા શે'ર હૈ... આગે..?
(દીપક પટેલ, જૂનાગઢ)
- બહોત ખૂબ... અચ્છા શે'ર હૈ... આગે..?
(દીપક પટેલ, જૂનાગઢ)
* પ્રજાની કઈ વાત તમને આશ્ચર્યચકિત કરે છે?
- ઉનાળો હોવા છતાં બોલબોલ કરે છે, ''બહુ ગરમી પડે છે, નહિ?''
(સંજય દવે, શેઠવડાલા-જામજોધપુર)
- ઉનાળો હોવા છતાં બોલબોલ કરે છે, ''બહુ ગરમી પડે છે, નહિ?''
(સંજય દવે, શેઠવડાલા-જામજોધપુર)
* ટ્રેન ગયા પછી જ ફાટક ખુલશે, એ જાણવા છતાં લોકો હોર્ન
કેમ મારે છે?
- ફાટક ખુલી જાય ને બધા વાહનો જતા રહે પછી હોર્ન મારમાર કરવાનો કોઈ ફાયદો ખરો?
(રાકેશ પરમાર, કીલ્લાપારડી-વલસાડ)
- ફાટક ખુલી જાય ને બધા વાહનો જતા રહે પછી હોર્ન મારમાર કરવાનો કોઈ ફાયદો ખરો?
(રાકેશ પરમાર, કીલ્લાપારડી-વલસાડ)
* ભારતને આઈએસઆઈના આતંકવાદથી બચાવવા શું કરવું જોઈએ?
- ઠંડા કલેજાની સોલ્લિડ રાષ્ટ્રભક્તિ.
(પાર્થ દેલવાડીયા, સુરત)
(પાર્થ દેલવાડીયા, સુરત)
* અમારે તમને મેહમાન તરીકે બોલાવવા છે...
- હાસ્તો... કોઈ મકાનમાલિક તરીકે તો ન જ બોલાવે ને!
(નરેશ-ફાલ્ગુની પટેલ, નડિયાદ)
(નરેશ-ફાલ્ગુની પટેલ, નડિયાદ)
* તમે કઈ ઉંમરે લેખો લખવાનું શરૂ કર્યું?
- કાચી ઉંમરે.
(વાચા સુનિલ પટેલ, અમદાવાદ)
- કાચી ઉંમરે.
(વાચા સુનિલ પટેલ, અમદાવાદ)
* રાહુલ ગાંધીએ તો મોદીને જલસા કરાવી દીધા... સુઉં કિયો છો?
- જલસા મોદીને કરાવ્યા હોય, એમાં હું શેનો રાજી થઉં..?
(ડૉ. સુરેશ કે. પટેલ, ડિસા)
- જલસા મોદીને કરાવ્યા હોય, એમાં હું શેનો રાજી થઉં..?
(ડૉ. સુરેશ કે. પટેલ, ડિસા)
* સદા ય ખુશ રહેવાની ગુરૂચાવી કઈ?
- હું તો સદા ય અરીસો જોઉં છું.
(ફાતેમા મીયાજીવાલા, સિધ્ધપુર)
- હું તો સદા ય અરીસો જોઉં છું.
(ફાતેમા મીયાજીવાલા, સિધ્ધપુર)
* ચા એને ભાવતી નથી ને કૉફી મંગાવવાની મારી હિંમત નથી, કોઈ ઉપાય?
- કોઈ ચાવાળીને... આઈ મીન, ચા ભાવતી હોય એને પકડી લાવો.
(સોહમ બી. દવે, અમદાવાદ)
- કોઈ ચાવાળીને... આઈ મીન, ચા ભાવતી હોય એને પકડી લાવો.
(સોહમ બી. દવે, અમદાવાદ)
* પ્રેમ નિષ્ફળ જાય તો શું કરવું?
- આવા સંજોગોમાં તો ભ'ઈ સા'બ... લગ્ન કરી લેવા સારા!
(ભરત લાખણોતરા, સમઢીયાળા-ખાંભા)
(ભરત લાખણોતરા, સમઢીયાળા-ખાંભા)