* તમે સૌથી મોટું જુઠ્ઠું ક્યારે બોલ્યા હતા ?
- મને સાઇઝ યાદ નથી.
(જયેશ અંતાણી, ભાવનગર)
- મને સાઇઝ યાદ નથી.
(જયેશ અંતાણી, ભાવનગર)
* સાચા દિલના માણસો હંમેશા પાછળ કેમ રહી જાય છે ?
- એમ.
(હિરેન લાઠીદડીયા, તળાજા)
- એમ.
(હિરેન લાઠીદડીયા, તળાજા)
* મારા સવાલમાં એવું શું છે કે જવાબની રાહ જોવી પડે
છે ?
- કશું જ નથી.
(દર્શિલ આર. જેઠવા, ભાવનગર)
- કશું જ નથી.
(દર્શિલ આર. જેઠવા, ભાવનગર)
* વાહન-વ્યવહારનું પ્રદુષણ દૂર કરવાનો કોઇ ઉપાય ખરો
?
- સાઇકલ.
(ભૂમિ સોપારીયા, ભાવનગર)
- સાઇકલ.
(ભૂમિ સોપારીયા, ભાવનગર)
* અમેરિકા પાકિસ્તાનની આટલી ફૅવર કેમ કરે છે ?
- ત્યાં અમેરિકાને બુધ્ધિ વાપરવી પડતી નથી.
(મહેશ ધાબલીયા, મુંબઈ)
- ત્યાં અમેરિકાને બુધ્ધિ વાપરવી પડતી નથી.
(મહેશ ધાબલીયા, મુંબઈ)
* કેજરીવાલને સુધારવાનો કોઇ ઉપાય ?
- અહીં માનસિક રોગોને લગતા સવાલો લેવાતા નથી.
(ડૉ. ક્રિષ્ના વિષ્ણુ ટીલવા, જૂનાગઢ)
- અહીં માનસિક રોગોને લગતા સવાલો લેવાતા નથી.
(ડૉ. ક્રિષ્ના વિષ્ણુ ટીલવા, જૂનાગઢ)
* મુખ્યમંત્રી કે એવા અન્ય નેતા પસાર થવાના હોય
ત્યારે રસ્તાઓ બંધ કેમ કરી દેવામાં આવે છે ?
- આપણા મુખ્યમંત્રી શ્રી રૂપાણી હજી સુધી તો પ્રજા ઓળખી શકે, એવા પ્રજાભિમુખ થયા નથી. આ બહાને લોકો જુએ.
(મોહિત યુ. મર્થક, રાજકોટ)
- આપણા મુખ્યમંત્રી શ્રી રૂપાણી હજી સુધી તો પ્રજા ઓળખી શકે, એવા પ્રજાભિમુખ થયા નથી. આ બહાને લોકો જુએ.
(મોહિત યુ. મર્થક, રાજકોટ)
* શું નરેન્દ્ર મોદી પાસે કોઈ દિવ્યશક્તિ છે ?
- પાકિસ્તાન એવું માને છે ખરું.
(શિવરાજસિંહ ઝાલા, રાજકોટ)
- પાકિસ્તાન એવું માને છે ખરું.
(શિવરાજસિંહ ઝાલા, રાજકોટ)
* સ્ટેજ પર પ્રોગ્રામ આપતા કેટલાક કવિઓ કે કલાકારો
દારૂ પીને આવે છે, એ શું
બતાવે છે ?
- ઘર કરતાં ઑડિયન્સ મારે, એ ઓછું વાગે.
(જય પટેલ, સુરત)
- ઘર કરતાં ઑડિયન્સ મારે, એ ઓછું વાગે.
(જય પટેલ, સુરત)
* આપને એવું નથી લાગતું કે, આપનો જન્મ અત્યારના સમયમાં થયો હોત તો વધુ સારું
હતું ?
- એવું મારાં મા-બાપને લાગવું જોઈએ.
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)
- એવું મારાં મા-બાપને લાગવું જોઈએ.
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)
* બાબા રામદેવ હવે 'પુષ્પક
વિમાન' બનાવવાના છે ?
- જો એમાં આયુર્વેદિક પેટ્રોલ ભરી શકાશે તો.
(જીતેન્દ્ર કેલા, મોરબી)
- જો એમાં આયુર્વેદિક પેટ્રોલ ભરી શકાશે તો.
(જીતેન્દ્ર કેલા, મોરબી)
* આપણા લોકો જ આપણા દેશને કેમ ધિક્કારે છે ?
- એવા લોકોને થપ્પડ મારનાર કોઇ દેખાય છે ?
(અમિત શાહ, અમદાવાદ)
- એવા લોકોને થપ્પડ મારનાર કોઇ દેખાય છે ?
(અમિત શાહ, અમદાવાદ)
* મા-બાપ બાળકોને ડૉક્ટર કે ઍન્જિનિયર બનાવવા માંગે
છે, સૈનિક કેમ નહિ ?
ભારતમાતાની રક્ષા કરવાની તેમની ફરજ નથી ?
- દેશને તમારા જેવું વિચારી શકનારાં સંતાનોની જરૂર છે.
(અલ્ફેઝ શેખ અબ્દુલકરીમ, જૂનાગઢ) અને (સુશીલ વાઘેલા, મંજુસર-સાવલી)
ભારતમાતાની રક્ષા કરવાની તેમની ફરજ નથી ?
- દેશને તમારા જેવું વિચારી શકનારાં સંતાનોની જરૂર છે.
(અલ્ફેઝ શેખ અબ્દુલકરીમ, જૂનાગઢ) અને (સુશીલ વાઘેલા, મંજુસર-સાવલી)
* ભારતમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી કેમ જાય છે ?
- સ્ત્રીઓની નહિ... સુંદર સ્ત્રીઓની !
(રીતેશ ગોહેલ, ધારી-અમરેલી)
- સ્ત્રીઓની નહિ... સુંદર સ્ત્રીઓની !
(રીતેશ ગોહેલ, ધારી-અમરેલી)
* બસમાં સ્ત્રીઓ પોતાની બાજુમાં સ્ત્રી જ બેસે એવું
કેમ ઇચ્છે છે ?
- અમારે તો એવું કંઇ નથી થતું. સામેથી બોલાવે છે ને પછી ટિકિટ લેવડાવે છે.
(મધુકર માંકડ, જામનગર)
- અમારે તો એવું કંઇ નથી થતું. સામેથી બોલાવે છે ને પછી ટિકિટ લેવડાવે છે.
(મધુકર માંકડ, જામનગર)
* તમે મજાકમાં કીધેલી વાત સાચી પડી ગઇ હોય એવું
બન્યું છે ?
-ઉત્તરપ્રદેશની ચૂંટણીઓમાં માયાવતી ઊંધેકાંડ હારશે, એવું મેં મજાકમાં કીધેલું.
(તુષાર સુખડીયા, હિંમતનગર)
-ઉત્તરપ્રદેશની ચૂંટણીઓમાં માયાવતી ઊંધેકાંડ હારશે, એવું મેં મજાકમાં કીધેલું.
(તુષાર સુખડીયા, હિંમતનગર)
* વડાપ્રધાન બન્યા અને આજના નરેન્દ્ર મોદી વચ્ચે
શું તફાવત દેખાય છે ?
- સરેરાશ રોજના પાંચ જવાનોને આતંકવાદીઓ મારે છે, તે સહન નથી થતું.
(રાજેશ શેલત, વડોદરા)
- સરેરાશ રોજના પાંચ જવાનોને આતંકવાદીઓ મારે છે, તે સહન નથી થતું.
(રાજેશ શેલત, વડોદરા)
* પતિ સશક્તિકરણ વિશે શું માનો છો ?
- ચ્યવનપ્રાશ ખાઓ અને ખવડાવો.
(સિંહા હર્ષવર્ધન, વડોદરા)
- ચ્યવનપ્રાશ ખાઓ અને ખવડાવો.
(સિંહા હર્ષવર્ધન, વડોદરા)
* 'આપ' પાસે
ઝાડુ છે. કોંગ્રેસ પાસે 'હાથ' છે, છતાં સાફસૂફી નરેન્દ્ર મોદી જ કેમ કરે છે ?
- એ ત્રણેમાંથી કોઇ સાફસૂફી કરતું હોય એવું લાગતું તો નથી.
(રોહિન્ટન બોધાનવાલા, મુંબઈ)
- એ ત્રણેમાંથી કોઇ સાફસૂફી કરતું હોય એવું લાગતું તો નથી.
(રોહિન્ટન બોધાનવાલા, મુંબઈ)
* મોટા ભાગનાં હિંદુ દેવી-દેવતાઓના હાથમાં વિનાશક
શસ્ત્ર કેમ હોય છે ?
-હાથમાં ચા-કોફીના કપ સારા ન લાગે.
(જુભેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)
-હાથમાં ચા-કોફીના કપ સારા ન લાગે.
(જુભેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)
* ચા ને બદલે પાણીમાં બિસ્કિટ બોળીને ખવાય ? (તમારા લેખના સંદર્ભમાં)
- લાકડાનાં બિસ્કિટ આવી ગયાં હોય તો ખવાય.
(સુનિલ વોરા, મુંબઇ)
- લાકડાનાં બિસ્કિટ આવી ગયાં હોય તો ખવાય.
(સુનિલ વોરા, મુંબઇ)
* મારા મિત્રને કોઇ ગર્લફ્રૅન્ડ નથી. કોઇ ટીપ્સ
આપશો ?
- ગર્લફ્રેન્ડ મળે ત્યારે એને મળવાનું કહેજો ને તમે ત્યારે... !
(અનિરુધ્ધ વાસાણી, રાજકોટ)
- ગર્લફ્રેન્ડ મળે ત્યારે એને મળવાનું કહેજો ને તમે ત્યારે... !
(અનિરુધ્ધ વાસાણી, રાજકોટ)
* તમારી બાયોપિક બને તો તમારો રોલ કરવા કોને પસંદ
કરશો ?
- આવાં કામો કોઇને સોંપાય નહિ.. જાતે જ કરવાનાં હોય !
(નીતિન ચૌહાણ, વડોદરા)
- આવાં કામો કોઇને સોંપાય નહિ.. જાતે જ કરવાનાં હોય !
(નીતિન ચૌહાણ, વડોદરા)
* ગુજરાતમાં ટ્રાફિક-સૅન્સ ક્યારે આવશે ?
-મોટા ભાગની રિક્ષાઓ પોલીસવાળાઓની માલિકીની છે.
(વિજય પટેલ, સુરત)
-મોટા ભાગની રિક્ષાઓ પોલીસવાળાઓની માલિકીની છે.
(વિજય પટેલ, સુરત)
* આજનું દિલ્હી અગાઉનું હસ્તિનાપુર હતું, એ વાત સાચી ?
- હું તો એ વખતે યુધિષ્ઠિર હતો... મને ક્યાંથી ખબર હોય ?
(જગજીવન મેતાલીયા, ભાવનગર)
- હું તો એ વખતે યુધિષ્ઠિર હતો... મને ક્યાંથી ખબર હોય ?
(જગજીવન મેતાલીયા, ભાવનગર)
* જામનગર આવો તો વણેલા ગાંઠિયા ખવડાવું ?
- ખાધા પછી વણવા બેસી જવાનું છે ?
(હેમલ માંકડ, જામનગર)
(હેમલ માંકડ, જામનગર)
No comments:
Post a Comment