Search This Blog

02/04/2017

ઍનકાઉન્ટર : 2017-04-02

* કોઈપણ ધર્મમાં વિશ્વાસ ઊભો કરવા માટે ચમત્કાર હોવો જરૂરી છે?
-
ધર્મને વિજ્ઞાન સાથે ક્યાં કદી બન્યું છે?
 (
જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* તમારી સંગીત ક્લબમાં તમે ગાવાની કદી હિમ્મત કરી છે ખરી?
-
કોઈ ફર્માઇશ કરવાની હિમ્મત કરે તો વાત જુદી છે.
 (
જયેશ અંતાણી, ભાવનગર)

* રાજકીય પક્ષોમાં પડેલા માણસનો પોતાનો અંગત મત કેમ હોતો નથી?
-
અંગત મત રાખવાની સજ્જતાવાળો રાજકીય પક્ષમાં જોડાય ખરો?
 (
મધુકર મેહતા, વિસનગર)

* મા-બાપ જેવો પ્રેમ કરી શકે એવી પત્ની મળે ખરી?
-
આપણે પત્ની જેવો પ્રેમ કરી શકે, એવી પત્ની લાવવાની હોય!
 (
આકાશ પી. દેસાઈ, જૂનાગઢ)

* ભારતમાં રામ મંદિર કે બાબરી મસ્જીદ જેવા મુદ્દે પ્રધાનમંત્રી કેમ રોક લગાવતા નથી?
-
વૉટબેન્ક માટે બધા ધર્મોને સાચવવાના હોય.
 (
ફહાદ વ્હોરા, વડનગર)

* ભારતના યુવાનો ટેકનોલોજી શીખ્યા, પણ સંસ્કારો ભૂલી ગયા છે. કોઈ ઉપાય?
-
ટેકનોલોજીને સંસ્કારો સાથે શું લેવાદેવા?
 (
આશિષ આર. વ્યાસ, ભાવનગર)

* ઈ.સ. ૨૦૧૬-માં તમારી સાથે એવી કોઈ ઘટના બની જેને તમે ભૂલી ન શકો?
-
સાસણ-ગીરમાં સિંહના પગ પાસે મારું વૉલેટ (પાકીટ) પડી ગયું... ને હું પાછું લઈ ન શક્યો!
 (
વૃંદા હેમંતસિંહ વાઘેલા, વડોદરા)

* દારૂબંધી બાદ અઠવાડીયાની બેચૈની પછી હવે સારું લાગે છે. તમારે કેમનું છે?
- '
પરમિટ લઈને કે લીધા વગર, ક્યાં ચાલે છે કોઈને પીધા વગર?'
 (
મિતેશ કે. ચૌહાણ, વડોદરા)

 
* આ વર્ષે ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ થાય તો?
-
આ વર્ષે જ શું કામ...? કોઈ પણ વર્ષે યુધ્ધ થાય તો તોતિંગ વિજય ભારતનો જ થાય.
 (
પાર્થ સોરઠીયા, સુરત)

 
* ડિમ્પલ કાપડીયા તમને ડેટ માટે બોલાવે અને માથામાં તેલ નાંખીને આવે તો જાઓ ખરા?
-
ઘરના માણસ માટે એટલું તો જતું કરવું પડે.
 (
ડિમ્પલ વી. ટેલર, સુરત)

* જો તમને કલમને બદલે બંદૂક આપવામાં આવે તો?
-
બંદૂક પકડીને લખતા ના ફાવે!
 (
માઇકલ ગોહિલ, સુરનગર-ગારીયાધાર)

* તમારી વાઇફ વિશે આટલું બધું લખો છો, તો ઘરમાં રહેવું ભારે નથી પડતું?
-
બહાર રહેવું ફાવી ન જાય, માટે એ બોલતી નથી.
 (
ધર્મેશ સોની, નડિયાદ)

* ઘર જડબેસલાખ બંધ રાખવા છતાં ઘરમાં ધૂળ ક્યાંથી આવે છે?
-
આવું બંધ રાખો તો ધુળ શું, માણસો ય ન આવે!
 (
દેવેન્દ્ર જાની, પેથાપુર-ગાંધીનગર)

* મોટી નોટો ભ્રષ્ટાચારનું મૂળ છે, તો શું ,૦૦૦/-ની નોટ નાની છે?
-
એ તો તમે એક જમાનામાં ઈવન  દસની નોટની સાઇઝ જોઈ હોત તો ખબર પડે કે આ કેટલી નાની છે!
 (
મનોજ ગાંધી, રાજકોટ)

* દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તમારી પાછળ કોનો હાથ છે?
-
એક નહિ. ચાર. મારી મા, મારી પત્ની, મારી દીકરી અને મારી સાસુ.
 (
દેવાંગ જાની, નાના જાદરા-મહુવા)

* આવતી ચૂંટણીમાં તમને 'આપ'વતી ચૂંટણી લડવાનું આમંત્રણ મળે તો?
-
ગાલી મત દો.
 (
પ્રિતેશ યાદવ, નવાપુર-મહારાષ્ટ્ર)

* ભારતમાં નાનીનાની વસ્તુઓમાં પણ ભ્રષ્ટાચાર કેમ થાય છે?
- '
રૂપિયો' બહુ નાની વસ્તુ છે.
 (
ફૈઝલ નેદરીયા, ગાંધીનગર)

* મોદી સાહેબ 'મન કી બાત' કરે છે કે 'મત કી બાત'?
-
તમે 'મન' વગર 'મત' આપો છો?
 (
મૂકેશ કે. શાહ, અમદાવાદ)

* તમારા 'એનકાઉન્ટર'ના એક જવાબમાં નેહરૂને તમે કાશ્મિરી બ્રાહ્મણ કીધા છે. પણ મારી માહિતી મુજબ, એમના પિતાએ તેમને દત્તક લીધા હતા.
-
એ સાચું પણ હોય તો પણ એમની ગ્રેટ પર્સનાલિટીને કોઈ ફરક પડતો નથી.
 (
ક્રિષ્ણા સૂચક, અમદાવાદ)

* સર્જીકલ-સ્ટ્રાઇક પછી પણ આજના જવાનો પર હૂમલા થતા રહે છે અને મોદી સાહેબ કાંઈ બોલતા નથી. શું સમજવું?
-
એકલા મોદી જ શું કામ? આપણા સાધુસંતો ય એમની કથાવાર્તાઓમાં રાષ્ટ્રગીત નહિ ગવડાવીને દેશની કઇ સેવા કરે છે?
 (
કિશોર જે. પ્રજાપતિ, નડિયાદ)

* પહેલા લગ્ન કોના થશે? પોપટલાલના કે રાહુલ કુમારના?
-
પોપટ પૈણી જાય તો એમનું કેરેક્ટર બદલાઈ જાય... રાહુલના કેરેક્ટરમાં તો પરણે કે ના પરણે...
 (
હરૂભાઈ કારીઆ, મુંબઈ)

* બે વખત સવાલો પૂછવા છતાં જવાબ મળ્યો નથી. હવે તો જવાબ આપો.
-
લો. આપ્યો.
 (
કમલેશ પટેલ, અમદાવાદ)

* 'કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ...' કે દિમાગ હોવા છતાં ખયાલ દિલમાં શું કામ આવે?
-
દિમાગની બાયપાસ સર્જરી ના થાય માટે.
 (
રોહિન્ટન બોધાનવાલા, મુંબઇ)

* મૂકેશ ઋષિ અને આદિત્યરૉય કપૂર સાથે ઊભા હોય તો બન્નેને ઓળખવા કેવી રીતે?
 -
શું કમાયા? આટલો ટાઇમ હીરોઈનોને ઓળખવામાં કાઢ્યો હોત તો?
(
ફાલ્ગુન વૈદ્ય, ઈલિનૉય-અમેરિકા)

* તમને લોકો સાથે લમણાં ફોડવાનો કંટાળો નથી આવતો?
 -
એ લમણાં ફોડવાના પૈસા મલે છે.
(
ભૂમિ સુથાર, કેલિફોર્નિયા-અમેરિકા)

1 comment:

Anonymous said...

Superrrrrrr Se Bhi Upar...