* ડૉનાલ્ડ ટ્રમ્પ
અને બરાક ઓબામા વચ્ચે શું ફર્ક છે?
- અમેરિકાનું 'બ્લેક
હાઉસ' ફરીથી 'વ્હાઇટ
હાઉસ' થઈ ગયું.
(જય વૈદ્ય, અમદાવાદ)
(જય વૈદ્ય, અમદાવાદ)
* શ્રી. નરેન્દ્ર
મોદી એમના 'મન કી બાત' ફક્ત
રેડિયો ઉપર કેમ કરે છે, ટીવી પર કેમ નહિ?
- એમ તો હમણાં 'ધન કી
બાત' પણ GST માટે
કરી ને?
(ભગવાનજી ભાલોડીયા, નવસારી)
(ભગવાનજી ભાલોડીયા, નવસારી)
* મારે રાજકારણમાં જોડાવવું છે, પણ કઇ પાર્ટીમાં તેની સમજ પડતી નથી.
- રાજકારણને 'સમજ' સાથે શું લેવાદેવા?
(નિરાલી ચૌહાણ, ચોટીલા)
(નિરાલી ચૌહાણ, ચોટીલા)
* મણીનગરમાં યોજાયેલા ચેટીચંદ નિમિત્તે રાષ્ટ્રગીત ગવાયું.
- સિંધીભાઈઓનો દેશપ્રેમ મિસાલરૂપ છે.
(જયદેવ વ્યાસ, અમદાવાદ)
(જયદેવ વ્યાસ, અમદાવાદ)
* તમે સાચા જવાબો ક્યારે આપો છો?
- જૂઠ્ઠું બોલતો હોઉં ત્યારે.
(રથિન હિંગૂ, અમદાવાદ)
(રથિન હિંગૂ, અમદાવાદ)
* આજના જમાના માટે તમારું શું માનવું છે?
- મજ્જા પડી જાય એવો જમાનો ચાલી રહ્યો છે...
(રજક પરમાર, બાબરા- અમરેલી)
(રજક પરમાર, બાબરા- અમરેલી)
* ગુજરાતમાં ગૌવંશ હત્યાનો કાયદો કેટલો અમલ થશે?
- કાયદો- બાયદો જવા દો... ગાયનું દૂધ પી પી ને જ
આપણે મોટા થયા છીએ અને આપણા બાળકોને એક ટંક પણ ગાયના દૂધ વિના ચાલે એમ નથી.
(મનિષ એન. વર્મા, ગોધરા)
(મનિષ એન. વર્મા, ગોધરા)
* વૉટ્સએપ- સેલ્ફીથી લોકોને ફાયદો થઈ રહ્યો છે કે નુકસાન?
- લોહી પી ગયા છે એ લોકો!
(ધવલ જે. સોની, ગોધરા)
(ધવલ જે. સોની, ગોધરા)
* અલી અસગર (કપિલ શર્માનો શો)થી વધુ બોરિંગ કોણ?
- આટલું તગડું હ્યૂમર કપિલ શો પાસે હોવા છતાં હવે
વલ્ગેરિટી આવતી જાય છે. પુરૂષો સ્ત્રી બને એ તો ભવાઈમાં જોયું હતું.
(સુનિલ નાણાવટી, રાજકોટ)
(સુનિલ નાણાવટી, રાજકોટ)
* સોશિયલ મીડિયા બંધ થઈ જાય તો પ્રજા આંદોલન કરે ખરી?
- આપણા દેશમાં 'ન્યુસન્સ-
વેલ્યૂ'ના ઊંચા દામ બોલાય છે.
(બિજલ ભરવાડ, લીમડા- ઊમરાળા)
(બિજલ ભરવાડ, લીમડા- ઊમરાળા)
* ધંધામાં સફળતાનો મંત્ર શું?
- કરી નાંખો.
(દર્શન સોની, અમદાવાદ)
(દર્શન સોની, અમદાવાદ)
* પહેલાના જમાનામાં વાનરો માણસ બનતા હતા.... હવે કેમ નહિ?
- ...પછી તો વાનરોમાં ય અક્કલ આવી ગઈ ને?
(રોહન ઝવેરભાઈ મકવાણા, ચકલાસી- નડિયાદ)
(રોહન ઝવેરભાઈ મકવાણા, ચકલાસી- નડિયાદ)
* ઉનાળો પૂરજોશ હોવા છતાં તમે પંખો કેમ ચાલુ કરતા નથી?
- ન છૂટકે એ.સી.થી ચલાવી લેવું પડે છે.
(અક્ષય એ. ધ્રૂવ, રાજકોટ)
(અક્ષય એ. ધ્રૂવ, રાજકોટ)
* આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કોઈ ચાન્સ લાગે છે?
- આ મને પૂછ્યું એ પૂછ્યું... કોઈ કૉંગ્રેસવાળાને ન
પૂછશો.
(ચિરાગ બદીયાણી, જામખંભાળીયા)
(ચિરાગ બદીયાણી, જામખંભાળીયા)
* તમે લેખકને બદલે રાજકારણી હોત તો શું કરો?
- કરી નાંખું.
(કેતન જે. સુથાર, પડસ્મા- માણસા)
(કેતન જે. સુથાર, પડસ્મા- માણસા)
* 'કચ્છ નહિ દેખા, તો કુછ નહિ દેખા.' આપને દેખા હૈ?
- પ્રાસ સારો બેસે છે.
(દેવેન્દ્ર ધોળકીયા, ભૂજ- કચ્છ)
(દેવેન્દ્ર ધોળકીયા, ભૂજ- કચ્છ)
* તમે સુઉં કિયો છો? રાહુલ ગાંધી જીતશે?
- 'કોણ રાહુલ ગાંધી...?' એવું પૂછવું ન પડે, તો
જીતશે.
(અમિતગીરી ગોસ્વામી, જામનગર)
(અમિતગીરી ગોસ્વામી, જામનગર)
* જેનો કોઈ જવાબ ન હોય, એવો સવાલ કયો?
- 'તમે બહુ ઈન્ટેલિજન્ટ' સવાલ પૂછ્યો, નહિ?
(મહેશ ધાવલીયા, મુંબઈ)
(મહેશ ધાવલીયા, મુંબઈ)
* આ વખતે તમને કોઈએ એપ્રિલ-ફૂલ બનાવ્યા હતા?
- જેમાં બહુ મેહનત ન પડે, એવું કામ લોકો કરતા નથી.
(ડૉ. અશ્વિન કાકડીયા, સુરત)
(ડૉ. અશ્વિન કાકડીયા, સુરત)
* તમને અમિતાભ બચ્ચનની કઈ ફિલ્મ વધારે ગમી?
- 'ચીની કમ'.
(મોર્કેલ જાદવ, ગઢડા)
(મોર્કેલ જાદવ, ગઢડા)
* 'ઍનકાઉન્ટર'નું ગુજરાતી શું થાય?
- 'ઉપાડીને દીધી'.
(અંજલિ મયંક રાજગોર, અમદાવાદ)
(અંજલિ મયંક રાજગોર, અમદાવાદ)
* શું ધર્મ વિશે ચર્ચા કરવી યોગ્ય છે?
- ધર્મના રક્ષકો રાષ્ટ્રગીતનો આદર કરે તો બધું
યોગ્ય છે.
(સીમા મલિક, ગાંધીનગર)
(સીમા મલિક, ગાંધીનગર)
* 'આજકલ પાંવ ઝમીં પર નહિ પડતે મેરે...' એવું ગાનાર બેન જીવતા કેવી રીતે હશે?
- વ્હિલ-ચેરમાં.
(દિપક આશરા, ગાંધીનગર)
(દિપક આશરા, ગાંધીનગર)
* 'મફત' શબ્દ કેવો લલચામણો છે, નહિ?
- હશે... પણ એમ મારાથી દરેક સવાલ પૂછવાના પચ્ચા- પચ્ચા
રૂપિયા તો ન મંગાય ને?
(જીતેન્દ્ર કેલા, મોરબી)
(જીતેન્દ્ર કેલા, મોરબી)
* આજના રાજકારણમાં કૂંવારા હોય તો સીએમ/પીએમ જલ્દી બનાય, નહિ?
- આવી ઈર્ષા કરવાથી શું ફાયદો, ભાઈ? જે
થવાનું હતું, એ થઈ ગયું!
(દેવેન્દ્ર જાની, ગાંધીનગર)
(દેવેન્દ્ર જાની, ગાંધીનગર)
No comments:
Post a Comment