* લગ્નના ૩૮ વર્ષ
બાદ મારી પત્નીને મને 'બુધ્ધુ' કહ્યો.
આવી દિવા જેવી વાત સમજતા એને આટલા વર્ષો કેમ થયા હશે?
- કાંઈ નહિ. તમે તો સમજુ છો ને ? એની વાત માની જજો.
(શાંતીભાઈ ઠક્કર, બિલિમોરા)
* મંગળ ઉપર જમીન લેવાય કે નહિ ?
- ત્યાં પહેલા શૌચાલય બાંધવાની અરજી કરો... એ બાંધવું નહિ પડે અને જમીનનું જલ્દી પતી જશે.
(રાજુ નંદાણીયા, ચૌટા- કુતિયાણા)
* રોડ ઉપર આટલા બધા બમ્પ મૂકવાનું કારણ શું ?
- રેલવેના પાટા ઉપરે ય બમ્પ આવી રહ્યા છે.
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)
* દરેક વાઈફને એના પતિ નક્કામા કેમ લાગે છે ?
- દરેક પતિ નથી લાગતા.
(ડૉ.રાજવી સુનિલ ટેલર, વાપી)
* ધાર્મિક સ્થળોની ભીડ ઇશ્વરની આસ્થા સૂચવે છે કે આત્મવિશ્વાસમાં ઘટાડો ?
- દેશભક્તિમાં ઘટાડો.
(જયેશ અંતાણી, ભાવનગર)
* મોદી અને ટ્રમ્પ, બન્ને એકસરખા મગજના છે ?
- તો જ પોતાના દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજે ને ?
(ભારતી ગજ્જર, કેલિફોર્નિયા- અમેરિકા)
* હું માનું છું કે, લોકો પ્રેમનો અસલી અર્થ જાણતા નથી. તમે જાણો છો ?
- ના.
(ચેતન ત્રિવેદી, અમદાવાદ)
* કહે છે, દીવાલોને કાન હોય છે... હશે, પણ એમને જીભ હોતી નથી, તો પછી વાત બહાર જાય ક્યાંથી ?
- દિવાલોની પાછળ પડોસી રહેતા હોય છે. એમને કાન હોય છે.
(રોહિન્ટન બાંધાનવાલા, મુંબઇ)

* માત્ર 'એનકાઉન્ટર' વાંચવા
છાપું મંગાવવું પડે છે.
- મારે 'લખવા' મંગાવવું પડે છે.
(સોનલ પ્રદીપ જોશી, ભાવનગર)
* તમે ફ્રેન્ચ- કટ દાઢી વધારી ? છાપામાં ફોટો તો મૂકો ?
- હું પછી બહુ હૅન્ડસમ લાગું, એ મને ના ગમે...!
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)
* તમને લોકો સાથે લમણાં ફોડવાનો કંટાળો નથી આવતો?
- એ લમણાં ફોડવાના પૈસા મલે છે.
(ભૂમિ સુથાર, કેલિફોર્નિયા- અમેરિકા)

* ભારતના યુવાનો
ટેકનોલોજી શીખ્યા, પણ સંસ્કારો ભૂલી ગયા છે. કોઈ ઉપાય?
- ટેકનોલોજીને સંસ્કારો સાથે શું લેવાદેવા?
(આશિષ આર. વ્યાસ, ભાવનગર)
* આ વર્ષે ભારત- પાકિસ્તાન વચ્ચે યુધ્ધ થાય તો?
- આ વર્ષે જ શું કામ...? કોઈ પણ વર્ષે યુધ્ધ થાય તો તોતિંગ વિજય ભારતનો જ થાય.
(પાર્થ સોરઠીયા, સુરત)
* ગુજરાતમાં ટ્રાફિક- સૅન્સ ક્યારે આવશે ?
- મોટા ભાગની રિક્ષાઓ પોલીસવાળાઓની માલિકીની છે.
(વિજય પટેલ, સુરત)
* મોટા ભાગનાં હિંદુ દેવી- દેવતાઓના હાથમાં વિનાશક શસ્ત્ર કેમ હોય છે ?
- હાથમાં ચા- કોફીના કપ સારા ન લાગે.
(જુભેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)
* મારા સવાલમાં એવું શું છે કે જવાબની રાહ જોવી પડે છે ?
- કશું જ નથી.
(દર્શિલ આર. જેઠવા, ભાવનગર)
* વાહન- વ્યવહારનું પ્રદુષણ દૂર કરવાનો કોઇ ઉપાય ખરો ?
- સાઇકલ.
(ભૂમિ સોપારીયા, ભાવનગર)
* ઘર જડબેસલાખ બંધ રાખવા છતાં ઘરમાં ધૂળ ક્યાંથી આવે છે?
- આવું બંધ રાખો તો ધુળ શું, માણસો ય ન આવે!
(દેવેન્દ્ર જાની, પેથાપુર- ગાંધીનગર)
* રોજ બદામ ખાવાથી શું થાય?
- મેં તો બદામને ફોટામાં જ જોઈ છે.
(ધવલ રૂપાપરા, નાના વડાળા- કાલાવડ)

* હું ૨૨- વર્ષનો
છું ને મેં તમારી 'જેન્તી જોખમ' બુક
વાંચી છે...
- એ ૨૨- વર્ષ પહેલાં લખાઈ હતી... તમે તો 'મેચ્યોર' થઈ ગયા...!
(દક્ષ મણિયાર, માંડવી- કચ્છ)
* મંદિરોમાં સ્ત્રી- પુરુષ માટે ડ્રેસ- કોડ હોવો જોઇએ કે નહિ ?
- એમને એમે ય ખબર પડી જાય કે, આ સ્ત્રી છે કે પુરૂષ... !
(જયેશ અંતાણી, ભાવનગર)
* આજકાલ શું ચાલે છે ?
- પહેલા ચાલતું'તું એ જ !
(અપર્ણા ભદ્રેશ દેસાઇ, નાલા સોપારા)
* તમારા જવાબ અને અમારા સવાલ... કદી ધારી શકાતા નથી.. ખરૂં ને ?
- ત્યાં સુધી જ આ કૉલમ ચાલુ રહેશે.
(મધુલતા માંકડ, મુંબઇ)
* યુવાનો વિદેશોની ફેશન અપનાવે છે... ત્યાં જેવી ચોખ્ખાઈ કે સમયપાલન કેમ નહિ?
- ચોખ્ખાઈને ફેશન બનાવો.
(જયેશ અંતાણી, ભાવનગર)
* તમને કેવા સવાલો વધુ ગમે?
- જવાબોનું સ્તર ઊંચુ લાવી શકે એવા.
(જગજીવન મેતલીયા, ભાવનગર)
* વરસાદ વગર વાઇફ દાળવડાં બનાવે એ શું કામના ?
- અડોસપડોસમાં સંબંધો રાખતા જાઓ, ભાઈ !
(દીપક એસ. કાળે, અમદાવાદ)

No comments:
Post a Comment