Search This Blog

05/01/2018

'વિજેતા' ('૮૨)

ફિલ્મ : 'વિજેતા' ('૮૨)
નિર્માતા : શશિ કપૂર
દિગ્દર્શક : ગોવિંદ નિહલાણી
સંગીત : અજીત વર્મણ
ગીતો : વસંત દેવ
રનિંગ ટાઇમ ૧૮ રીલ્સ ૧૫૧ મિનિટ્સ
કલાકારો શશિ કપૂર, રેખા, કુણાલ કપૂર, સુપ્રિયા પાઠક, અમરિશ પુરી, મદન જૈન, રાજા બુંદેલા, કે. કે. રાયના, અરવિંદ દેશપાંડે, અચ્યુત પોતદાર, શફી ઇનામદાર, દીના પાઠક, ઓમ પુરી, કીથ સ્ટીવન્સન

ગીતો
૧. બિછુરત મોસે કાન્હા...    બેગમ પરવિન સુલતાના
૨. મન આનંદ આનંદ છાયો...    આશા ભોંસલે- સત્યશીલ દેશપાંડે
૩. મન બસે મોર બ્રિન્દાબનમાં...    મન્ના ડે

એ વખતે આપણામાંથી કોઈ શશિ કપૂરની ફિલ્મ 'વિજેતા' જોવા ગયું જ નહિ. જોઈ આવ્યા, એમણે આપણને કાંઈ કીધું નહિ. ભારતીય હોવાનો ફખ્ર મહેસૂસ કરતા દરેક દેશવાસીએ આ ફિલ્મ જોવી જ પડે, એવી હોવા છતાં ફિલ્મ બન્યાના આજે ૩૫ વર્ષ પછી ખબર પડે છે કે આટલી સુંદર ફિલ્મ કઈ કમાણી ઉપર આપણે જોઈ જ નહિ ?

અને શશિ કપૂરે કેવો બદનસીબ કે, એનો સિતારો ચમક્યો અને અઢળક નાણાં કમાયો એ બધા પૈસાની મહેફિલો ગોઠવવાને બદલે ભારતીય પ્રેક્ષકને સુંદર ફિલ્મો જોવા મળે, એ માટે 'વિજેતા' જેવી અર્થપૂર્ણ ફિલ્મો બનાવતો ગયો અને બૉક્સ ઓફિસ ઉપર એકે ય ચાલી નહિ, એમાં સાચા અર્થમાં બધું લૂંટાવીને કંગાળ થઈ ગયો... એટલે સુધી કે એની માલિકીનું પૃથ્વી થિયેટર્સ 'ચાલુ રાખવા માટે' એની દીકરી સંજના કપૂરને રીતસરના ફાળા ઉઘરાવવા પડયા. સંજના અને એના બન્ને ભાઈઓ કરણ કપૂર અને કુણાલ કપૂર અને પાપાને સમજાવી સમજાવીને થાક્યા કે, ફિલ્મો બનાવવાનું તમારું કામ નથી... બધા તમને ઉલ્લુ બનાવી જાય છે તમારા જ પૈસા ઉડાવીને... પણ શશીબાબા એમ માને ?

નહિ તો આ ફિલ્મ 'વિજેતા' એક ઉત્કૃષ્ટ ફિલ્મ બની હતી. આપણે જોઈ હોય તો કોઈએ આવીને આપણને અડી જવું પડે એ જોવા કે, ખરેખર આવી પ્રણામયોગ્ય ફિલ્મ આપણે જોઈ છે ? એના મનમાં ય આપણી છાપ સુધરે કે, આને સુંદર ફિલ્મો જોવા ઉપર હાથ બેસી ગયો લાગે છે ! સારી ફિલ્મો બધા સારા લોકોને જોવા નથી મળતી, એનું આ પ્રમાણ.

આપણે બધા મોટા ભાગે કૉલેજમાં હોઈશું, આઇ મીન... '૭૦ અને '૮૦ના દશકામાં ટ્રેન્ડ 'આર્ટ્સ' ફિલ્મોનો ચાલ્યો હતો. એ ઉંમર અને એ સમજ પણ એવી હતી કે વ્યાખ્યા આપવાનું સહેલું હતું કે, જેમાં સમજ ન પડે એ બધી આર્ટ કે ન્યુ વેવ અથવા પેરેલલ સિનેમા અને મઝા (ઉપરાંત સમજ) પડે, એ કમર્શિયલ ફિલ્મો (એટલે આજે આપણે જે જોઈએ છે તેવી) એવા ભાગ પડેલા જોઇને શશી કપૂર ખિજાઈ જતો, આવી બેવકૂફીના શું ભાગ પાડવાના ? ફિલ્મો બે જ પ્રકારની હોય... સારી અને ખરાબ ફિલ્મો. આઇ. એસ. જોહર તો ધૂમધામ તોફાની વ્યાખ્યા લઈ આવ્યો હતો કે હિંદુસ્તાનમાં ફક્ત બે જ પ્રકારની ફિલ્મો બને છે. ખરાબ અને બહુ ખરાબ... એમાંની હું ખરાબ ફિલ્મો બનાવું છું.

પણ જેમણે થીયેટરને સમર્પિત થઈને સ્ટેજ કે સિનેમા પાછળ આખી કરિયર ઘસી નાંખી હોય, એમને માટે તો ફિલ્મ હોય, સ્ટેજ હોય કે ટી.વી.નું માધ્યમ હોય, આ લોકો પોતે લૂંટાઈ ગયા, પ્રેક્ષકો, વિવેચકો અને સરકારની ગાળો ખાધી પણ સમાજને કોઈ ચોખ્ખો મેસેજ આપતું કામ તો કરવું જ... ને એમાંનો એક શશિ કપૂર હતો, જેણે કમર્શિયલ ફિલ્મોમાંથી કમાયેલા ધોધમાર નાણાં આર્ટ... સોરી, આવી 'સારી' ફિલ્મોમાં નાખ્યા અને 'બસ્તી બસ્તી પર્બત પર્બત ગાતા જાયે બનજારા...' રેલવેમાં બે ઠીકરાનાં તાલે ગાતા ગાતા મુસાફરી કરવાનો વખત શશીબાબાને આવી શકત... વચમાં એની 'દે ધનાધન'ના ડાન્સ કે ફાઇટિંગવાળી ફિલ્મો પણ પૈસા કમાવી આપતી હતી.

મુંબઈવાળા ઘણા નિર્માતાઓ ય બંગાળના વિશ્વવિખ્યાત આર્ટ ફિલ્મ સર્જકો સત્યજીત રે, મૃણાલ સેન, ઋત્વિક ઘટક, અદુર ગોપાલક્રિશ્નન, તપન સિન્હા, શ્યામ બેનેગલ, ગીરિશ કર્નાડ, રિતુપર્ણો ઘોષ અને બુદ્ધદેવ દાસગુપ્તા (બંગાળી ઉચ્ચાર 'બુદ્ધાદેબો દાશોગુપ્તો'!)ની નકલ કરવામાં લાગી ગયા હતા.

આ બાજુ આપણા ગુજરાતી મનમોહન દેસાઈ (ક્ષમા કરશો.. 'મનમોહન' નામ ગુજરાતીઓમાં ય હતું. મોટું મન રાખશો ! હવે તો 'રાહુલ' નામો ય પડયા છે !)

પણ એ બધાની વચમાં બાસુ ચેટર્જીએ આર્ટ-ફાર્ટ છોડીને (સૉરી,... આ વાક્યમાંથી 'ફાર્ટ' શબ્દ કાઢી નાખવો !) અમોલ પાલેકર જેવો મિડલ ક્લાસ નગીનો મળી જતા 'રજનીગંધા', 'છોટી સી બાત', 'બાતો બાતો મેં', 'ચિત્તચોર' અને 'રંગબિરંગી' જેવી ફિલ્મો બનાવીને પહેલીવાર હિંદી ફિલ્મોમાં મારા/ તમારા જેવા મિડલ ક્લાસના માણસની કથા લઈને હળવા ટચથી ફિલ્મો આપી.

આ હીરો મને અને તમને ફિટ બેસતો હતો. એ એકલે હાથે ૫૦ વિલનોને ઘોઇ ન નાખે, બગીચામાં હીરોઇનોને લઈને ગીતડાં ગાવા ન જાય. કપડાં ઢાલગરવાડમાંથી મળતા હોય તો રેમન્ડ કે પાર્ક એવન્યૂના દાદરા ચઢવાના જ નહીં.

એ તો બિચારો સાયકલ પાર્ક કરીને નોટબંધીના છૂટા લેવા લાઇનમાં ઊભો હોય કે મોઢા પાસેના મુસાફરોની બગલ અડતી હોય તેવી ચિક્કાર બસો-ટ્રેનોમાં સફર કરતો. લારીમાંથી ૩૦ રૂપિયાના ગોગલ્સ લઈ આવ્યો હોય ત્યારે તો ખાસ મુંબઈની તાજ હોટેલની સામેની ફૂટપાથ પાસે જઈને ઊભા રહેવાનું છે!

અને આવી બધી અર્થપૂર્ણ ફિલ્મો બનાવવાના પ્રવાસમાં શશીએ 'વિજેતા' બનાવવા ગોવિંદ નિહલાણીને આપી દીધી... ફિલ્મ ચારે બાજુથી ગોવિંદભ'ઇ માટે નેશનલ કે ઇન્ટરનેશનલ એવોર્ડસ જીતી લાવી, પણ શશી કપૂરને એ જમાનામાં રૂ. ૪૦ લાખમાં નવડાવી દીધા પછી.

અદ્ભુત ફિલ્મ હોવા છતાં ગોવિંદો બે  મોટા મેદાનોમાં માર ખાઈ ગયો. એક તો  એ શ્યામ  બેનેગલનો કેમેરામેન  શશીએ એને  દિગ્દર્શક બનાવ્યો. કોઈ હેરકટિંગ સલૂનમાંથી સીધા દિગ્દર્શક બનેલા કલાકારને ફિલ્મ બનાવવા આપી હોય તો  પહેલો સીન બસ્સો ઘરાકો  લાઇનબદ્ધ દાઢી કરાવવા બેઠા  હોય એવો આવે. ગોવિંદભ'ઇએ  એવું જ કર્યું.

કેમેરામેન  એ જૂનો ખરો પણ  અહીં તો ભાગ્ય  ખુલી ગયું  અને  વિમાનમાંથી  એરિયલ ફોટોગ્રાફી  કરવાનો ચાન્સ મળ્યો ને પાછો દિગ્દર્શક એ ! અન્ય આર્ટ ફિલ્મો ૧૨- ૧૩ રિલ્સની આવતી, એને બદલે 'વિજેતાપૂરા ૧૮ રીલ્સ સુધી લંબાઈ  ગઈ. શશી કપૂરનો પુત્ર અને આ ફિલ્મનો  હીરો કુણાલ કપૂર એડિટિંગ ટેબલ પર  આ બધું જોઈને આભો બની ગયો. શશી કપૂર કુણાલ  સાથે સહમત હોવા  છતાં ન છૂટકે ચારેક રિલ્સ જેટલું મટિરિયલ રહેવા દેવું પડયું....

...અને તો ય, ફિલ્મ તો સારી બની. સારી એટલે મને ને તમને ખૂબ ગમે એવી !

ઇન  ફેક્ટ  બન્યું  હતું  એવું  કેશશી  કપૂર  હજી તો તદ્દન નવો નવો ફિલ્મમાં  આવ્યો  હતો  અને  એની  'મુહબ્બત  ઇસકો  કહતે હૈ'ના શૂટીંગ દરમ્યાન ગોવિંદ નિહલાણી 'હલ્લો- હાય' કરવા પૂરતું મળી શક્યો, પણ શશી એના લૅન્સમાં  આવી ગયો હતો. 

થોડા વર્ષ પછી  બેનંગલની ફિલ્મ 'જૂનુન' અને 'કલયુગવખતે સંબંધ વધુ  બંધાયો, એમાં શશીએ  ખુશ થઈને ગોવિંદને પોતાની નવી ફિલ્મ  'વિજેતા' બનાવવા આપી દીધી. અને  એમાં ય નવો ધડાકો થયોપણ  સારા  માઇલો   ધડાકોઇન્ડિયન  એરફોર્સના  એરચીફ  માર્શલ દિલબાગસિંઘ-એ વખતે  ૧૯૮૨માં એરફોર્સની ૫૦મી જયંતિ  નિમિત્તે શશીને જ એરફોર્સ પર ફિલ્મ બનાવવાનું ઘરકામ  સોંપી દીધું.

ફોર્સ તરફથી માની ન શકાય એ  બધી સગવડો પણ  કરી આપી. ફિનાન્સમાં ય ફોર્સનો ભાગ આપ્યો. ભારતીય  ફિલ્મોના ઇતિહાસમાં આ  બનાવ પહેલો હતો.  દિલબાગસિંઘ તો એરફોર્સમાં  હતા, છતાં સામાન્ય  ફિલ્મોનો પાયલટ હીરો આકાશી યુદ્ધમાં ગૂમ થઈ  જાય ને ઘરમાં રોકકળ શરુ થઈ જાય, એવી વાતોને બદલે ભારતના જવાનોને  એરફોર્સમાં જોડાવાના સોટા ચઢે, એવી ફિલ્મ  બનાવવાનું  ઇજન  આપ્યું.  ગોવિંદે  આવા    જાણીતા કવિ- લેખક સત્યદેવ દુબેને  તદ્દન નવી જ વાર્તા  લખવાનું કહ્યું.

સત્યદેવે ઘરની આજુબાજુમાં બનેલી  એક વાતને વાર્તાનું સ્વરૂપ  આપી દાઢી વગરનો સીખ્ખ હીરો  શશી કપૂર  અને તેની  સાથે સાચા  મુદ્દે વગર  બોલે ઝઘડતી રહેતી રેખાના  કાંઈ  કામ    કરતો  પુત્ર  કુણાલ  કપુરને મામા (ઓમ પુરી)ની મજાવટથી ફોર્સમાં  મોકલે છે. પુત્ર પોતે  પણ બાપથી હન્ડ્રેડ-પર સૅન્ટ નારાજ  છે  અને  ફોર્સમાં  જોડાઈ  જાય  છે. 

જુવાનજોધ  લશ્કરમાં  કે રાજકારણમાં  જોડાય એટલે  કોઈ દિવસ  તો ખરાબ  સમાચાર આવવાના છે, એમાં અત્યંત બુદ્ધિશાળી પત્ની રેખા મૃત્યુ  પામે છે. ચાર- પાંચ મહિના પછી બીજા  એવા જ  આઘાતથી શશી  હૉસ્પિટલ ભેગો  થઈ થઈ  જાય છેપણ એ  નવી દિલ્હીની મૅક્સ હોસ્પિટલ ન હોવાથી બચી જાય છે.

આપણે આજ સુધી રેખાને જોતા આવ્યા  છીએ અથવા એને વિશે જે કાંઈ સાંભળતા આવ્યા છીએએ બધું બાજુ  પર મૂકીને એક  પરફેક્ટ અભિનયથી લથબથ  રેખા અહીં જોવા મળશે. શશી સાથેના  એના દ્રષ્યોમાં એ બન્નેના સંયમિત અભિનય રેખા માટે કોઈ જુદો જ ઓરા  ઊભો કરી આપે છે.

  આપણે સિવિલિયન્સ કરતા આર્મીવાળાઓની  લાઇફ-સ્ટાઇલ  અને  એમની  પત્નીનો  રૂઆબ, ઠસ્સો ઉપરાંત એજ્યુકેશન બાકીના ભારતીયોથી જુદા પડે છે ને પાછા આપણને ગમે છે. રેખા સૌમ્ય લાગે છે, એ વાત ઘણાને  માનવામાં મોડી આવી શકે, પણ એના અભિનયની ઉંચાઈઓ તો એ ફિલ્મોમાં આવી ત્યારની વધતી ગઈ છે.

અમરીશપુરી વેલ બિલ્ટ અને લશ્કરી  ફિગર તો પહેલેથી ધરાવતો  એમાં સિંહ ત્રાડ નાખે  એવો એનો બેઝ-વૉઇસ... અહીં  એ વિલન ન  હોવાથી પ્રેક્ષકોને પસંદ  પડે છે. બાકી દીનાબેન બે-ચાર સંવાદો  પૂરતા સુતા સુતા આવી જાય  છે, પણ તેમની બીજી દીકરી સુપ્રિયા  પાઠકને કુણાલ કપૂર સાથે  હિરોઈનનો કિરદાર મળ્યો છે, જે તેણે અત્યંત લો-પ્રોફાઇલમાં રહીને બખૂબી નિભાવ્યો છે....

બાકી કુણાલ  કપૂરના ચાર પૈકીના  એક દોસ્ત મદન  જૈનને તમે 'અંકુશ'માં દોસ્ત  તરીકે  જોયો  છે.  દીકરીનો  બોયફ્રેન્ડ  કોઈ પરફ્યુમ છાંટીને પાર્ટીમાં આવે છે, એ પરફ્યુમને કારણે સાસુમા (ઝરીના વાહબ) ભાવિ જમાઈ તરફ  ખેંચાઈ જાય  છે ત્યારે  ઝરીનાનો ગોરધન  બાર ટેબલ પર પોપકોર્નનો કૂચ્ચો વાળી દે છે, એ કે. કે. રાયના કુણાલનો યુવા દોસ્ત બને છે. એ જ અંકુશમાં હીરોઇન નિશા સિંઘ ઉપર બળાત્કાર ગુજારનાર રાજા બુંદેલા અહીં કુણાલના દોસ્તને દાવે સારો માણસ બની જાય છે. શફી ઇનામદારે ય થોડીવાર માટે આવી જાય છે.

કમનસીબે, આજથી  ૩૪ વર્ષ પહેલાનો  કુણાલ અત્યારે સાઇઝના  ધોરણે કોથળો બની ગયો છે.  ઉહું... એક્ટિંગમાં કોઈ ભલીવાર નહિપણ વ્યક્તિ તરીકે સારો અને તેજસ્વી. શમ્મી કપૂર કહેતો હતો કે અમે કપૂરો ડીનર- ટેબલ પર રોક્યા રોકાતા  નથી.

પેટ ભરીને  જમવા તો જોઈએ  જ ! સ્વ.  શશી કપૂરના બેસણામાં જોયા ત્યારે ખબર પડી કે રાજ, શમ્મીની માફક શશીએ પણ એક દોરો ઓછો  રાખ્યો નહતો.  કુણાલ, કરણસંજના, રણધીર  કપૂર (ડબ્બુ)નો સૌથી નાનો ભાઈ રાજીવ કપૂર તો ચાર ડગલા ચાલી પણ ન શકે, એટલી હદે ફેલાઈ ગયો છે. રાજ સા'બની દીકરીઓને પણ રાજના બોડીનું આધાર-કાર્ડ મળ્યું છે.


કુણાલનું પ્લેન લાપત્તા છે, એવા સમાચાર  ફોન પર લીધા પછીની દસ મિનિટ શશીબાબાની એક્ટિંગનો  સર્વોત્કૃષ્ણ નમૂનો જોવા જેવો  છે... અરે, આખી ફિલ્મ જ જોવા જેવી છે, તાબડતોબ !

No comments: